સુરત :
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગતરોજ એક હત્યાનો બનાવો સામે આવ્યો હતો.જેમાં એક યુવકને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નીપજાવી હત્યારાઓ ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે ભેસ્તાન પોલીસ હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને જેમાં સામે આવ્યુ કે પત્નીના પ્રેમી એ મિત્ર સાથે મળી પ્રેમિકાના પતિ હત્યા કરી નાખી છે.
મળતી માહિતી પ્રમાણે રાહુલ અને પ્રશાંત બંને એક બીજાના અંગત મિત્ર હતા. પરંતુ પ્રશાંતની નજર રાહુલના પત્ની પર બગડી હતી અને તેને પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી. છેલ્લા ચારેક વર્ષથી તેમની આ પ્રેમ લીલા ચાલી રહી હતી અને આ પ્રેમલીલાનું ભાંડો રાહુલની સામે ફૂટ્યો હતો. આ પ્રેમ લીલા ને લઈ અવારનવાર રાહુલ તેની પત્ની સાથે ઝઘડતો પણ હતો.
રાહુલનો અવારનવાર ઝઘડો પત્ની સાથે થતો હોય પ્રશાંત રાહુલને સમજાવવા આવ્યો હતો ત્યારે પ્રસંગે રાહુલ સાથે પણ થોડો કર્યો હતો કે તે મિત્રતામાં ગદ્દારી કરી છે અને આ જ રીતે અવારનવાર રાહુલનો પત્ની અને તેના મિત્ર સાથે ઝઘડો ચાલુ હતો આ બાબતે રાહુલના ઘરવાળાઓને ખબર પડતા તેમને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ રાહુલની પત્ની પ્રેમી પ્રશાંતની પાછળ ગાંડી થઈ હતી ત્યારે પ્રશાંતએ આનો ઉકેલ કાઢવા માટે તેના મિત્ર પ્રદીપ સાથે મળી રાહુલને ઘરે લેવા ગયો હતો અને કહ્યું હતું કે ચાલ આપણે બહાર આંટો મારીને આવીએ પરંતુ રાહુલની ત્યાં ખબર હતી કે આ એની જિંદગીનો છેલ્લો આટો હશે રાહુલ પ્રશાંત અને તેના મિત્ર પ્રદીપ સાથે બહાર ફરવા ગયો ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાણોડ્રા નજીક પહોંચ્યા હતા અને ત્યાં એકલતા નો લાભ લઇ રાહુલના માથામાં ફટકો મારી તેની હત્યા નીપજાવી દીધી હતી.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)