સુરતના અલથાણ ચાર રસ્તા ટ્રાફિક પોઇન્ટ પર અકસ્માત, કારની અડફેટે મોપેડ સવાર યુવતી ઈજાગ્રસ્ત.

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આજે ટ્રાફિક પોઇન્ટ પર એક CAR અકસ્માતનો બનાવ બન્યો છે. મળતી માહિતી અનુસાર, ચાર રસ્તા ટ્રાફિક પોઇન્ટ પાસે CAR ચાલકનો નિયંત્રણ ગુમાતાં મોપેડ પર જઈ રહેલી યુવતીને અડફેટે લીધી હતી.

અકસ્માત એટલો અચાનક થયો કે આસપાસના લોકો ઘડીભર માટે ભયભીત બની ગયા હતા. CAR ટકરાયા બાદ યુવતી રસ્તા પર પડતી થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી.

અનુમાન પ્રમાણેCAR ચાલકે સંભવતઃ સ્પીડમાં વાહન ચલાવતા કાબૂ ગુમાવ્યો હોય તેવું જણાઈ આવે છે. અકસ્માતમાં યુવતીને સામાન્ય ઈજાઓ થઈ છે અને જીવનને કોઈ ખતરો નથી.

પોલીસે સ્થળ પર પહોંચી CAR ચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે અને વિસ્તારના CCTV ફૂટેજ પણ ખંગાળવામાં આવી રહ્યા છે.

અહેવાલ :- સુરજ મિશ્રા (સુરત)