સુરત :
સુરતમાં બાળકીઓ અને કિશોરીઓ સાથે ગેરવર્તૂણકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ ઉધના વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરી સાથે અડપલાં કરનાર સાપ્તાહિકનો કથિત પત્રકાર ઝડપાયો છે. પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી કોર્ટે આરોપીને જ્યુડિશયલ કસ્ટડી અંતર્ગત જેલ ભેગો કર્યો છે.
છેડતી અને પોક્સો કલમ હેઠળ ગુનો
ઉધનામાં સાપ્તાહિક અખબાર ચાલવતા પત્રકારે 15 વર્ષની કિશોરી સાથે અડપલાં કર્યા હતાં. સંબંધ નહિ બાંધે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગભરાયેલી કિશોરી ઘરે દોડીને આવી અને પિતાને ગંદી હરકતોની જાણ કરી હતી. પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી અજય અશોક સોનવણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી અજયની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ કહ્યું કે, આરોપી કિશોરીના માસીનો હસબન્ડ છે. તેણે મોબાઈલ નંબર પણ લીધો હતો. કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેથી તાત્કાલિક એફઆઈઆર નોંધી હતી. બાદમાં આરોપીની ધરપકડ કરી હતી. પૂરતા પૂરાવા એકઠા કરીને કોર્ટમાં રજૂ કરીને આરોપીને કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પકડાયેલો આરોપી પત્રકાર છે કે કેમ અને તે માલિક છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. મોબાઈલ લઈને અનબ્લોક કરી દીધો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)