સુરતના પુણાની સોસાયટીઓમાં બોર્ડ લાગી ગયાં ‘સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ નહીં’

સુરત :

સ્માર્ટ વીજમીટરના વિરોધ વચ્ચે કોંગ્રેસે પુણા વિસ્તારમાંથી જન આંદોલનનો આરંભ કર્યો છે. વિવિધ સોસાયટીઓમાં મીટિંગો કરી ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી. હાલમાં ઘણી સોસાયટીઓમાં બેર્ડ લગાવી દેવાયા છે કે, ‘‘સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ અપાશેનહીં’. પુણાની શાંતિનિકેતન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી મીટિંગમાં સરગમ, દાનગીવ, અયોધ્યા નગરી, રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ વિભાગ 1-2,દિવ્ય શક્તિ તેમજ પુણા બોમ્બે માર્કેટ વિસ્તારમાં શિવશક્તિ માર્કેટ ખાતે મળેલી મીટિંગમાં રણુજા ઘામ સોસાયટી, લક્ષ્મીપાર્ક, સરદાર કોમ્પલેક્સ, કેવલઘામ એપાર્ટમેન્ટ, રાઘા સ્વામી, શિવશક્તિ સહિત આસપાસની સોસાયટીઓના સ્માર્ટ મીટરની મુશ્કેલીઓ અંગે કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત સોમવારે દક્ષિણ ગુજરાત વિજ કંપનીના એમ.ડી.ને સામૂહિત વાંધા અરજીઓ સુપરત કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)