સુરતના ભેસ્તાન ખાતે આવેલ ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ખાતે અનિતા એન્ટરપ્રાઇઝમાં લાગી આગ 

સુરતના ભેસ્તાન ખાતે આવેલ ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ખાતે અનિતા એન્ટરપ્રાઇઝમાં લાગી આગ

Advertisement

સુરત

ભેસ્તાન ખાતે આવેલ ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં આવેલ અનિતા એન્ટરપ્રાઇઝ પ્લોટ નંબર 29 / b પ્લોટ નંબર 18 ગણેશ ઇન્ડસ્ટ્રીયલ માં આજરોજ સમય બપોરના 2:00 વાગે સુમારે એક આગની દુર્ઘટનામાં બે કામદારોને આગ લાગતા ઈજા પહોંચી હતી મળતી માહિતી મુજબ ભેસ્તાન ખાતે ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ માં કેમિકલ પ્લાન્ટ નું કામ ચાલુ હતું તે દરમીયાન પ્લાન્ટમાં કાસ્કેટ એસિડ નો ઉપયોગ કરવા જતાં વિસ્ફોટ થયો હતો. ઘટના દરમિયાન દુર્ગાશય સ્થળ પર મોજુદ બે કામદારોના જીવ જોખમે મુકાયા હતા.

સુરતમાં અવ નવા અકસ્માતો થયા કરે છે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા કામોમાં ઇન્ડસ્ટ્રિઅલમાં રહેઠાણોમાં એપાર્ટમેન્ટોમાં ફાયર સેફ્ટી નો અભાવ રહે છે સમયસર રીતે એસએમસી દ્વારા અને ફાયર દ્વારા જાણ કરવામાં આવે છે કે ફાયર સેફટી નો ઉપયોગ કરવો જોઈએ પરંતુ ઘણી એવી જગ્યા ઉપર ઇન્ડસ્ટ્રિઅલમાં પદાર્થો રાખતા હોય પરંતુ આવા કેમિકલ પ્લાન્ટમાં માલિકો દ્વારા ફાયર સેફ્ટી નો અભાવ પૂરતો ના રહેવાથી આવી ઘટનાઓ બનતી હોઈ છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)

Advertisement