સુરત :
સુરતમાં વરસાદના લીધે વિવિધ વિસ્તારમાં પાણી- મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ, ઝાડા-ઉલ્ટી સહિતની કેસમાં સતત વધારો થઇ રહ્યા છે. તેવા સમયે સુરતમાં ડેન્ગ્યુમાં સ્મીમેર મેડીકલ કોલેજની મહિલા રેસીડેન્ટ ડોકટરનું મોત થયુ હતુ. જયારે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં ૫૦ ટકા જેટલો વધારો થઇ રહ્યો હોવાની શકયતા છે. હોસ્ટેલમાં પણ ગંદકીના થર હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં રહેતી ૨૪ વર્ષીય ડો. ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં એનેસ્થેસીયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સ્મીમેરમાં એનેસ્થેસીયા વિભાગમાં ફરજ બજાવતી હતી. જોકે તેને બે – ત્રણ દિવસથી તાવ આવતો હતો. તેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં આજે વહેલી સવારે તેનું મોત થયું હતું.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)