સુરતની સ્મીમેરની બોયઝ હોસ્ટેલ ફરી વિવાદમાં, બાલ્કનીમાં તાપણું કરતાં દેખાયા સ્ટુડન્ટ

સુરતની સ્મીમેર હોસ્પિટલ એક યા બીજા કારણોસર સતત વિવાદમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે સ્મીમેર હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તાપણું કરતાં હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બાલ્કનીમાં તાપણું કરતાં હોવાથી આગ લાગવાનો ભય ઉભો થયો હતો.

સ્મીમેરની બોયઝ હોસ્ટેલમાં અભ્યા કરતાં વિદ્યાર્થીઓ રહે છે. જો કે, આ વિદ્યાર્થીઓએ હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોવાનું અગાઉ ખુલ્યું હતું. ત્યારે આ વખતે ઠંડીથી બચવા વિદ્યાર્થીઓએ હોસ્ટેલની બાલ્કનીમાં તાપણું કર્યું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ તાપણું કરીને પોતાના હાથ શેકતા હોવાનું સ્પષ્ટ કરતાં દ્રશ્યો સામે આવ્યાં છે. આવા માં જો આગ નો રૂપ વિકરાળ થયો અને આગ ફેલાઈ ગઈ તો જવાબદાર કોણ