સુરતને નવાં ભાજપ પ્રમુખ મળશે: PM મોદીની મુલાકાત પહેલાં જાહેરાતની શક્યતા!!

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, અને આશા છે કે તેના પહેલા જ સુરત ભાજપના નવા પ્રમુખની જાહેરાત થઈ જશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના વિવિધ શહેર અને જિલ્લાના પ્રભારીઓ, ક્લસ્ટર અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ વચ્ચે થયેલી વર્ચુઅલ બેઠકમાં આ નિર્ણય લગભગ નક્કી થઈ ગયો છે.

65 ઉમેદવારોના નામ, આગામી દિવસોમાં જાહેરાત

સુરત શહેર ભાજપ પ્રમુખ માટે કુલ 65 ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યના નવા ભાજપ પ્રમુખની નિમણૂંક બાદ શહેર અને જિલ્લાના પ્રમુખોની પસંદગી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.

આજની બેઠક બાદ પ્રમુખના નામ માટે તૈયાર કરાયેલા “સીલ બંધ કવર” અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર, આવતીકાલે સાંજ સુધીમાં સુરત શહેરના ક્લસ્ટર પ્રભારી રંજન ભટ્ટ અને ડાંગ-તાપી જિલ્લાના પ્રભારી જનક બગદાણાવાળા સુરતમાં આવી જાહેરાત કરશે.

પ્રમુખપદ માટે ભારે રેસ, પાટીલનો પ્રભાવ રહેશે?

સુરત શહેર પ્રમુખ માટે ભારે રસાકસી જોવા મળી રહી છે. મુખ્ય પ્રશ્ન એ છે કે શું ભાજપના નવા ગાઈડલાઈન્સ મુજબ પસંદગી થશે કે કોઈ મોટું રાજકીય સરપ્રાઈઝ આવશે? ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની નિકટતા ધરાવતા કોઈ નેતા પ્રમુખપદ સુધી પહોંચે એવી પણ શક్యతાઓ ચર્ચાઈ રહી છે.

આગામી દિવસોમાં જે પણ વ્યક્તિ સુરત ભાજપના પ્રમુખ તરીકે ચૂંટાશે, તે PM મોદીની સુરત મુલાકાત દરમિયાન આ જવાબદારી સંભાળતા જોવા મળશે.