સુરતમાં 2 નકલી ડોક્ટર અને બુટલેગરે શરૂ કરી હોસ્પિટલ

સુરતમાં નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલા છાપ ડોક્ટરોનું કારસ્તાન સામે આવ્યું છે. આ બોગસ ડોક્ટરોને જાણ તંત્રનો કોઈ ડર કે ધાક ન રહ્યો હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ જ શરૂ કરી દીધી છે.

 

ઝોલા છાપ તબીબોએ પાડેસરમાં ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું. જેમાં 24 કલાક ઈમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું. સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું. દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે.

 

સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે. બબલુ શુકલા, રાજારામ દુબે અને ડોક્ટર મીશ્રા MD ડોક્ટર્સની નજર હેઠળ અહીં RMO તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે.ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને MD ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને તે ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લુલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા RMOના નિવેદન પરથી ફરી ગયા હતા.