સુરત :
સુરત મહાનગરપાલિકા સંચાલિત BRTSની ઓરેન્જ બસના પૈડા થંભી ગયા છે. 100 જેટલી બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. પગારના મુદ્દે ભેસ્તાન સ્થિત ડેપો ખાતે ડ્રાઈવર ભેગા થયા હતાં. જ્યાં પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતો હોવાને કારણે હડતાળ પર ઉતર્યા હોવાનું કહ્યું હતું. સાથે જ ESIC કપાઈ છે પણ કાર્ડ ન આપતા હોવાની સાથે P.F કપાઈ છે પણ કોન્ટ્રાકટર નંબર ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.
આંદોલન પર ઉતરેલા ડ્રાઈવરે કહ્યું કે, આ નવી કંપની છે. દર મહિને દિવસો ઠેલવ્યે જાય છે. પગાર સમયસર આપતાં નથી. જેથી અમારે ભાડે રહીએ છીએ ત્યાં મકાનમાલિક દ્વારા મકાન ખાલી કરી દેવા કહી દેવામાં આવ્યાં છે. અલગ અલગ રાજ્યના ડ્રાઈવરો નોકરી કરી રહ્યાં છે. અમારે અમારા પરિવારના ગુજરાન ચલાવવા અઘરા થઈ ગયા છે. અમને આઈકાર્ડ પણ આપવામાં આવ્યા નથી. અમે આ કંપનીમાં કામ કરીએ છીએ તે પણ કોઈ પૂરાવો અપાયો નથી.વા અઘરા થઈ ગયા છે. અમને આઈકાર્ડ પણ આપવામાં આવ્યા નથી. અમે આ કંપનીમાં કામ કરીએ છીએ તે પણ કોઈ પૂરાવો અપાયો નથી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)