સુરતમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ, બાકી ઉઘરાણી બાબતે થઈ ઉગ્ર બોલાચાલી.

સુરત :

સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ રીતે યોજાતા ગણેશોત્સવમાં આ વખતે બબાલ અને ધમાલ જોવા મળી રહી છે. ત્યારે અડાજણ વિસ્તારમાં ગણેશ પંડાલને લઈને બોલાચાલી થઈ હતી. ગણેશોત્સવમાં ઉભા કરવામાં આવેલા પંડાલ અને લાઈટિંગના પેમેન્ટને લઈને ઝઘડો થયો હતો.

પોલીસ બોલાવવાની ફરજ પડી

અડાજણમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી. બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલીમાંથી ઝઘડો ઉગ્ર થતાં પોલીસ બોલાવવાની નોબત આવી હતી. જેથી અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)