સુરતમાં નકલી હોસ્પિટલ બાદ નકલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ મળી આવ્યું

ગુજરાત જાણે નકલી માટે વિશ્વ પ્રસિદ્ધ તરફ આગળ વધી રહ્યું હોય તેમ એક પછી એક નકલી અધિકારીઓ, ઓફિસરો, ટોલનાકા, સરકારી કચેરી અને સુરતમાં તો નકલી મલ્ટી સ્પેસ્યાલીસ્ટ હોસ્પિટલ બાદ નકલી મેડિકલ ઇન્સ્ટિટયૂટ પણ બોગસ હોવાનો આક્ષેપ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે એનએસ યુઆઈ દ્વારા એક સ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં એક શોપિંગ કોમ્પલેક્ષની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હતું. ત્રણ વિદ્યાર્થિનીઓ પણ આવી હતી અને મસમોટી ફી આપવા સાથે બેંગલોર પરીક્ષા આપવા લઈ જવામાં આવે છે. આ મામલે એનએસયુઆઈ દ્વારા તપાસ કરવામાં આવતા આ ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનું જણાવ્યું હતું.

મિતેષ હડીયા (ઉપપ્રમુખ, પ્રદેશ એનએસયુઆઈ ) સુરતમાં દુકાની અંદર મેડિકલ ઇન્સ્ટિટયૂટ ચલાવવામાં આવી રહ્યું છે. સુરતના પુણા પાટિયા ખાતે આવેલા લા સીટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્સ ચલાવાઇ રહ્યા છે. એક જ 10 બાય 20ની દુકાનની અંદર પાંચ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસોથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે અહીં અમારા ડોક્યુમેન્ટ રાખી લેવામાં આવ્યા છે અને મસ્ત મોટી ફી પણ લેવામાં આવી રહી છે. તેથી આજે અમે તપાસ કરવા માટે આવ્યા હતા દરમિયાન ઓનર ગાયબ હતા અને અહીં એક મહિલા હતા જેમણે જણાવ્યું હતું કે અમે માત્ર એડમિશન જ અહીં કરીએ છીએ અભ્યાસ બેંગ્લોર થાય છે. દરમિયાન ત્રણ વિદ્યાર્થીનીઓ આવી હતી અને તે જી.એન.એમ એટલે કે નર્સિંગ નો કોર્સ કરતી હોવાનું જણાવ્યું હતું.