સુરત :
સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સર્વિસ કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આ વખતે ઈલેક્ટ્રીક બસના ડ્રાઇવરોના કારણે બસ સેવા ચર્ચામાં આવી છે. છેલ્લા બે મહિનાથી પગાર ન ચૂકવવામાં આવતા ઈલેક્ટ્રીક બસના ડ્રાઇવર હડતાલ પર ઉતર્યા છે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રીક બસના ડ્રાઇવરો ભેસ્તાન ડેપો પર હડતાલ પર ઉતર્યા છે. ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવર હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો. જેથી પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાલ પર યથાવત રહેવાના પ્રણ સાથે ડ્રાઇવર કામકાજથી અળગા રહ્યા છે.જેથી ઈલેક્ટ્રિક બસના પૈડાં થભી ગયા છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)