સુરત :
સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. સરદાર બ્રિજ હેવી વ્હીટ્કલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી એસવીએનાઇટી સુધી લોકોએ લંબાવવાનો વારો આવ્યો છે. બ્રિજ પર પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. શહેરના ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતી જોવા મળી રહી છે. મેટ્રોનો નમી પડેલો સ્પાન રિપેરીગ કરવામાં આવી રહ્યો છે. ત્યાં પણ વાહનોને ડાયવરઝન આપવામાં આવ્યું છે.
સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-ટુની જે કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન તેના સ્પાનમા ખામી સર્જાઇ હતી. હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે. જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઇન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે, ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)