સુરત :
સુરત શહેરમાં હજુ તો સુરત શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ નથી તે પહેલાં જ મેટ્રો ટ્રેન માટે બની રહેલાં બ્રિજનો સ્પાન નમી ગયો છે. જેના લીધે તંત્ર દોડતું થઈ ગયું છે.
શહેરના સારોલી-કડોદરા રસ્તા પર મેટ્રો ટ્રેન માટે ઓવર બ્રિજ બની રહ્યો છે. આજે આ નવનિર્માણાધીન બ્રિજનો સ્પાન નમી ગયો હતો. તેના લીધે સારોલાથી કડોદરા તરફનો રસ્તો બંધ કરવાની પરજ પડી છે. પરિણામે આ વિસ્તારમાં ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. નજરે જોનારાઓએ કહ્યું કે, મેટ્રોના સ્પાનમાં ગાબડાં પડી ગયા છે, તે એક તરફ નમી ગયો છે.ઘટનાની જાણ થતાં જ મેટ્રોની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્પાન કેવી રીતે નમી ગયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)