સુરત: શહેરમાં મોનસૂન પૂર્વે પ્રિ મોન્સૂનની કામગીરી ફરી એક વખત નિષ્ફળ સાબિત થતા આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મનપા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પાયલ સાકરીયાએ ચોમાસા પહેલા શહેરમાં પાણી ભરાવા, નાળાની સફાઈ અને સમુચિત વ્યવસ્થાના અભાવે મનપાની બેદરકારી સામે આમ જનતાની તકલીફો ઉઘાડી પાડતા પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો. તેમણે સેન્ટ્રલ રોડ પર પાણી ભરાયેલા વિસ્તારમાં જ બેસી પડતાં મ્યુનિસિપલ તંત્રને જવાબદાર ઠેરવ્યું હતું.
પાયલ સાકરીયાએ જણાવ્યુ હતું કે, “અમે પ્રિ મોન્સૂનની કામગીરી સમયસર થાય તે માટે વારંવાર રજૂઆત કરી છે છતાં મનપા દ્વારા માત્ર ફાઈલ પર કામગીરી બતાવવામાં આવે છે, જમીન પર કોઇ અસરકારક કામગીરી થતી નથી, જેના કારણે સામાન્ય નાગરિકોને વરસાદમાં ભારે તકલીફો સહન કરવી પડે છે.”
આ વિરોધ દરમિયાન પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને વિરોધ કરી રહેલા પાયલ સાકરીયાની અટકાયત કરી હતી.
આ સમગ્ર મામલે હવે તંત્ર સામે ફરી વખત જવાબદારીના પ્રશ્નો ઊભા થયા છે.
અહેવાલ:બ્યુરો રિપોર્ટ