સુરત :
સુરત શહેર સહીત સમગ્ર દેશમાં આવતીકાલે મુસ્લિમ સમાજના મોહરમ તહેવાર છે જેને લઈને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનરથી લઈને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં. જેમાં તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેના સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માટેના નિર્દેશો આપવામાં આવ્યાં હતાં.
શાંતિપૂર્ણ તહેવાર માટે વ્યવસ્થા
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, મોહરમ અને તાજિયાના જુલુસ નીકળવાના છે. ત્યારે ભાગળ વિસ્તારમાં અમે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ કઈ ગલીમાંથી તાજિયા નીકળશે. તેમજ આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમે વ્યવસ્થા ગોઠવી છે. કોમી એખલાસ સાથે સમગ્ર તહેવાર પરિપૂર્ણ થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)