સુરતમાં યુવક તાપી નદીમાં કૂદી આપઘાત કરે તે પહેલા જ લોકોએ બચાવી લીધો.

સુરત :

સુરત શહેરમાં તાપી નદીના પુલ ઉપરથી છલાંગ મારી આત્મહત્યાના કરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગૃહ કંકાસથી ત્રાસી ગયેલો યુવક મક્કાઈપુલ ઉપરથી કૂદવા ગયો હતો. જોકે રાહદારીઓએ જીવ બચાવી લીધો હતો. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા યુવકને રેલીંગ પરથી ઉતરી લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત જાણકારી મુજબ ચોક બજાર સાગર હોટલ પાસે રોનક કોમ્પ્લેક્સમાં 34 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે. યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરમાં ઝઘડાઓ ચાલતા રહેતા હોવાથી કંટાળી ગયો હતો. જેથી અંતે જીવન ટૂંકાવવાનો નક્કી કરીને રીક્ષા લઈને નીકળી ગયો હતો.

34 વર્ષિય યુવક તેની ઓટો રિક્ષા લઈ મક્કાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો. દરમિયાન પુલ ઉપરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લેતાં તેને પકડી રાખ્યો હતો અને બાદ બનાવની ફાયર કંટ્રોલને જાણ કરતાં મુગલીસરા ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરની ટીમે યુવકને રેલિંગ ઉપરથી ઉતારી લીધો હતો.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)