સુરત :
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સુરતથી ઈમાનદાર પાર્ટી તરીકે ઉદય થયો હતો. જો કે,ઉદયની જગ્યા એવા સુરતમાં જ લાંચના લાંછન બે કોર્પોરેટર પર લાગ્યા હતાં. ત્યારે ગુનો નોંધાયો ત્યારથી ભાગેડુ આપના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. આપના નગરસેવક જીતેન્દ્ર કાછડીયાની દસ લાખની લાંચ માંગવાના કેસમાં ધરપકડ થઈ છે.
કાછડીયાએ કોન્ટ્રાકટર સાથે 10 લાખની લાંચ માટે કોડવર્ડમાં વાત કરી કહ્યું કે 10 ડોક્યુમેન્ટ છે, તે મને કેટલા દિવસમાં આપો છો, તે મને આપો એટલે આપણું બધુ પતી ગયું, એસીબીએ વોર્ડ નં-16ના આપના કોર્પોરેટર જીતેન્દ્ર પાચા કાછડીયાની ધરપકડ કરી છે. મગોબ મલ્ટિલેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની જગ્યા પર કરિયાણાનો સામાન મુકી જગ્યા પર દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી આપના બે કોર્પોરેટરે 10 લાખની લાંચ માંગી હતી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)