સુરત મહાનગર પાલિકા દ્વારા જીરો રૂટ દબાણની નીતિ અપનાવવામાં આવી રહી છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર રોડ પર ભરાતી શાકભાજીની માર્કેટ બહાર આજે પાલિકાની દબાણ ખાતાની ટીમ પહોંચી હતી. જેથી શાક માર્કેટ બહાર લારીઓ તથા પાથરણા રાખીને ધંધો કરનારામાં દોડધામ મચી ગઈ હતી.
જો કે, દબાણ ખાતાના કર્મચારીઓના હાથમાં એક લારી આવી ગઈ હતી. જેથી લારીને ટેમ્પોમાં ચડાવી દેવાઈ હતી. જેથી ભારે બબાલ સર્જાઈ હતી. લારીના માલિકોમાં સ્ત્રી અને એક પુરૂષ ટેમ્પોમાં ચડી ગયા હતાં. જ્યારે અન્ય વિક્રેતાઓએ ટેમ્પોની આડે સૂઈ જવા પ્રયાસ કર્યો હતો. સામ સામે થયેલા ઘર્ષણને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં મામલાને થાળે પાડ્યો હતો.