સુરત :
સુરતમાં માનવતાને શર્મશાર કરે તેવી ઘટના સામે આવી છે પિતા પુત્રીના સંબંધને લાંચન લગાવતો આ કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતા દ્વારા જ પોતાની દીકરી સાથે અડપલા કરવામાં આવ્યા હતા. સગા પિતાની જ નજર પોતાની દીકરી પર બગડી હતી અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનને પહોંચતા નરાધમ પિતાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે
સુરતના ડીંડોલી વિસ્તારમાં 15 વર્ષીય સગીરા તેની પરિવારની સાથે રહે છે આ 15 વર્ષીય સગીરા સ્કૂલ યુનિફોર્મમાં જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને જ્યારે આ સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી ત્યારે પોલીસ પણ ચોકી ઉઠ્યા હતી. સગીરાએ જણાવ્યું હતું કે તેના પિતા રાત્રે તેને પોતાની સાથે સુવા માટે દબાણ કરે છે અને ત્યારબાદ તેની છેડતી કરે છે. આ ઉપરાંત જો ત્યાં વાત પોલીસને કરી તો મારી નાખીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી.
સગીરા દ્વારા પોતાના સગા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ દ્વારા નરાધમ પિતાની ધરપકડ કરવામાં આવી છે પોલીસને જણાવ્યું હતું કે તેના પિતા તેની સાથે શારીરિક અડપલા કરે છે મહત્વની વાત છે કે આ સગીરાની માતા વતન ગયા હતા. અને સગીરાની એકલતાનો લાભ ઉઠાવીને પિતા દ્વારા જ પુત્રી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું એટલે કે પિતા પુત્રીના સંબંધને લજાવતી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી હતી અને નરાધમ પિતાને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)