સુરતમાં સગો પિતા જ બન્યો સંતાનનો અપહરણકર્તા.

સુરત :

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. પિતાની ફરિયાદના આધારે પોલીસે બાળકને છોડાવવા માટે અલગ અલગ ટીમોને કામે લગાવી દીધી હતી. જો કે, પોલીસની સામે બાળકના પિતાએ શંકાસ્પદ હરકત કરી હતી. જેના કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. અપહરણના પ્લાનિંગથી લઈને મદદગારી કરનારા બાળકના પિતા અને તેની બહેન સહિતનાને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

9 લાખના દેવામાં ખેલાયો ખેલ

ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું કે, 6 જુલાઈના રોજ ડિંડોલીના જીજ્ઞાનગર ખાતેથી બાળકનું અપહરણ થયું હતું. રથયાત્રામાં રોકાયેલી પોલીસે તપાસ આદરી હતી. તારાચંદ પાટિલ પર 9 લાખનું દેવું હતું. માતા નવું મકાન લઈ લેવા દબાણ કરતાં હતાં. તપાસ દરમિયાન પોલીસને ખોટા ટાઈમ અને ખોટી જગ્યા બતાવવામાં આવી હતી. સીસીટીવીમાં પણ શરૂઆતમાં પિતાએ અન્ય બાળકને બતાવ્યું હતું. જે તપાસમાં મળી આવ્યું હતું. જેથી પોલીસને બાળકના પિતા પર જ શંકા ગઈ હતી. જેથી ઉલટ તપાસમાં તે પડી ભાંગ્યો હતો.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)