સુરત :
સુરતમાં હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો છે. હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી SOG પોલીસે અઢીથી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો છે.
ગઈકાલે 12 ઓગષ્ટે વલસાડના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી આજે (12 ઓગસ્ટ) બિનવારસી હાલતમાં 11.800 કિ.ગ્રા. ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. માછીમારને સંરક્ષણ દિવાલ નજીક ઉર્દુ ભાષામાં ઉલ્લેખ કરાયેલું પેકેટ મળી આવતાં પોલીસને જાણ કરી હતી.
વલસાડના પારડીના ઉદવાડા ગામના માછીમારને સંરક્ષણ દિવાલ નજીક માછીમારી કરતી વખતે બિનવારસી હાલતમાં એક પેકેટ મળી આવ્યું હતું. આ અંગે અન્ય માછીમારો અને સ્થાનિક લોકોને જાણ કરતાં ગામના સરપંચ સહિત અમુક લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવતાં PI ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બિનવારસી હાલતમાં મળી આવેલું પેકેટ બહાર કાઢ્યું હતું.
વલસાડ બાદ સુરત sog પોલીસે 1.87 કરોડ રૂપિયાનો 3.57 કિલો હાઈ પીયોરીટી ચરસ પકડાયો હતો.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)