સુરતમાં હીરા આરોપીના પરિવારની ત્રણ મહિલાઓએ સામુહિક આપઘાતનો કર્યો પ્રયાસ.

સુરત :

સુરતના મહિધરપુર પોલીસ સ્ટેશનની હદમાં આરોપીના પરિવારની ત્રણ મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્રણેયને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનની બહાર જ આરોપીના પરિવારની ત્રણ મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપીની પત્ની, ભાભી અને સાસુએ સુસાઇડનો પ્રયાસ હતો.

ડીસીપીએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસમાં દિલીપનું નામ ખુલ્યું હતું. પોલીસને તપાસ વખતે આરોપીના પિતાએ કહ્યું હતું કે, જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો હું આત્મહત્યા કરીશ. જેની પોલીસે તે સમયે પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગત 8 ઓગસ્ટ 2024ના રોજ 65 લાખના હીરા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ચોરીનો મુદ્દામાલ દિલીપને નામ સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)