સુરત :
અઠવા પોલીસે સરદાર સ્મૃતિ ભવનની સામે કદમફલી રો હાઉસથી કાદરસાની નાળ તરફ બે યુવક બાઈક પર ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવી રહ્યા હતા. જે બાતમી આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને વોચ ગોઠ હતી. બંને યુવકો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યા હતા. યુવકોની તપાસ કરતા 100 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કુલ કિંમત 10 લાખ આસપાસ થાય છે.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, બે યુવકો અઠવા વિસ્તારની અંદર MD ડ્રગ્સ કાદરસાની નાળે સપ્લાય કરવા માટે આવતા હોવાની બાતમી મળતા પોલીસે બિન્દુકુમાર સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ પ્રજાપતિની ધરપકડ કરી હતી. સુબોધ વડોદ ગામમાં રહેતો હતો ત્યાં તેણે ગણેશનગરમાં રહેતા જીતેશ ઉર્ફે પંડિત પાસેથી લાવ્યા હતા. જીતેશ દ્વારા સુબોધને કહેવામાં આવ્યું હતું કે કાદરશાની નાળ પાસે તમે ડ્રગ્સ લઈને પહોંચો ત્યારબાદ હું કહું તેને ડ્રગ્સ આપી દેજો.વધુમાં જાણવા મળ્યું કે, જીતેશ ઉર્ફે પંડિત મધ્યપ્રદેશનો રહેવાસી છે. હાલ પોલીસ દ્વારા બંને યુવકોની પુછપરછ કરવામાં આવી રહી છે. કેટલા સમયથી તેઓ ડ્રગ્સ સપ્લાય કરતા હતા. જીતેશના સંપર્કમાં ક્યારથી હતા. અત્યાર સુધીની તપાસમાં આ બંને વિરુદ્ધ કોઈપણ ગુનો દાખલ થયો નથી. પહેલી વાર ડ્રગ્સ સાથે ઝડપાયા હોવાનું ધ્યાન આવ્યું છે. બંને આરોપી ઝડપાયા બાદ સરકારી પંચો અને FSLની ટીમને બોલાવવામાં આવી હતી. FSLની ટીમ દ્વારા તપાસ કરતા MD ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરી હતી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)