સુરતમાંથી 4 કરોડની કિંમતની ડુપ્લિકેટ ગુટખા-પાનમસાલા કરાયા કબ્જે.

સુરત :

સુરત જાણે નકલી ચીજવસ્તુઓનું એપીસેન્ટર બની ગયું હોય તેવું સામે આવ્યું છે. પનીર, ઘી, તેલ બાદ હવે ગુટખા અને પાન મસાલા પણ ડુપ્લિકેટ રીતે અને નિયમોની વિરુદ્ધ વેચાતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગોડાઉનમાં રેડ કરીને તપાસ કરતાં દિલ્હીથી લવાયેલો અંદાજે 4 કરોડથી વધુની કિંમતનો ગુટખા-પાન મસાલા સહિતની ટોબેકોની આઈટમ મળી આવી હતી. પોલીસે તમામ જથ્થો કબ્જે કરીને આગળી તપાસ હાથ ધરી છે.

સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સણિયા હેમાદ ગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયા શક્તિ લોજિસ્ટીકના ગોડાઉનમાં એસઓજીએ રેડ કરી હતી. જેમાંથી દિલ્હીથી લવાયેલા ડુપ્લીકેટ તમાકુ મિશ્રિત ગુટખા, પાન મસાલાના પાઉચ પૈકી ગુટખઆના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાય શકે તે રીતે ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોન વર્ડ વોર્નિંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઈ છાપ કે છબી છાપેલ નહોતી. અંગ્રેજી કે ભારતી ભાષઆમાં ચેતવણીની નહોતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)