સૂત્રાપાડા તાલુકામાં ટી.બી. માં મૂક્તથી થયેલા દર્દીઓ ટી.બી.ગ્રસ્ત દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને સલાહ આપશે..

ગીર સોમનાથ ટી.બી. નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ કટિબધ્ધતા કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં ટી.બી. નાબૂદી માટે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીડો.પી.એન.બરુઆની સૂચનાથી ટી.બી.ના દર્દીઓને શોધી તેમની પૂરતી સારવાર માટે જરૂરી જવા, રાશન અને માહિતી પણ આપવામાં આવે છે. આરોગ્ય વિભાગની કામગીરીને કારણે ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અનેક ટી.બી.ના દર્દીઓ સાજા થયા છે. હવે આવા ટી.બી.મૂક્ત થયેલા દર્દીઓને જિલ્લા ક્ષય વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. ટી.બી. મૂક્ત થયેલા આ દર્દીઓ હવે જિલ્લાના અન્ય ટી.બી.ના દર્દીઓને ટી.બી. અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપશે. જેથી ટી.બી. ગ્રસ્ત દર્દીઓને ટી.બી.માંથી બહાર નિકળવા માટે જરૂરી મદદ મળે. ઉલ્લેખનીય છે કે, ટી.બી. મૂક્ત થયેલા દર્દીઓને ડોટ પ્રોવાઇડર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. સૂત્રાપાડા તાલુકા ખાતે જિલ્લા ક્ષય વિભાગ દ્વારા ટી.બી. મૂક્ત થયેલા દર્દીઓ હવે ટી.બી.ચેમ્પિયન તરીકે ઓળખાશે. તેમને આ માટેની તાલીમ આપવામાં આવી છે. આમ, આવી રીતે સુત્રાપાડા તાલુકામાં ટી.બી.ચેમ્પિયન લોકોને તાલીમ આપી ડોટ પ્રોવાઇડર બનાવવામાં આવ્યાં છે. તેઓ હવે અન્ય ટી.બી.ના દર્દીઓને ટી.બી. અંગેનું માર્ગદર્શન અને સલાહ આપશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)