સૂત્રાપાડા, તા. ૫ જૂન:
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા “વૂમન ફોર ટ્રી” પ્રોજેક્ટ અને “વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” અભિયાન અંતર્ગત એસ.ટી.પી. પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના અગ્રણીઓ સહિત વન વિભાગના કર્મચારીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન કરવા નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પણ પર્યાવરણ બચાવવાની જવાબદારી ભાળે.
સર્વે દિલિપભાઈ બારડ, સુરસિંહભાઈ મોરી, નરેશભાઈ કામળીયા, સિધ્ધરાજસિંહ રાઠોડ, કાળાભાઈ બારડ, નિલેશભાઈ મોરી, જેસીંગભાઈ બારડ, કિરીટભાઈ જાની સહિત નગરપાલિકા કર્મચારીઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ