પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ નિમિત્તે યોજાનાર ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’ના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સોમનાથ ખાતે આવી પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી મૂળુ બેરા પણ ઉપસ્થિત હતા.
હેલિપેડ ખાતે મુખ્યમંત્રીના સ્વાગત-સત્કાર માટે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય પ્રદ્યુમનવાજા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ. છાકછૂઆક, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, રેન્જ આઈજી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા અગ્રણી ઝવેરી ઠકરાર, મહેન્દ્ર પીઠિયા સહિતના સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ-સોમનાથ.