સોમનાથમા શ્રી રામ કથાનો બીજા દિવસે પ્રજ્ઞાચક્ષુ વક્તા શ્રી કુણાલભાઈ જોશી એ સર્યું નદીના કિનારે રામ ચરિત્ર માનસની રચનાનું આદર્શ શબ્દ ચિત્ર સર્જન કર્યું.

સોમનાથ

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રારંભ ની સાથે શ્રીરામ કથાનો પણ પ્રારંભ થયો હતો. આજરોજ શ્રી રામકથાના બીજા દિવસે વ્યાસાસને બિરાજમાન પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડો કુણાલભાઈ જોશી દ્વારા શ્રી રામકથા લેખનના વિવિધ પ્રસંગોનું તમામ ભાવિકોને મંત્રમુગ્ધ કરનારી લાઘવ વાળી સંગીતમય શૈલીમાં દ્રશ્ય સર્જન કર્યું હતું. જ્યારે શ્રીરામ ચરિત્ર માનસ લખાઈ રહ્યું હતું ત્યારે સર્યું નદીના તટ પર મહાદેવની પ્રાર્થના કરીને તુલસીદાસે કયા મનોભાવ થી શ્રી રામ ચરિત્ર માનસ લખ્યું. મહર્ષિ વાલ્મીકિએ શ્રી રામ પ્રત્યે ની અનુકંપાથી હૃદયથી સ્ફુરિત શબ્દોમાં રામાયણ ની રચના કરી.

આ તમામ પ્રસંગોના કુણાલભાઈ જોશી દ્વારા ભાવનાત્મક શબ્દ ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા. ભાવિક જાણે એ પ્રસંગમાં જીવી રહ્યો હોય તેટલી સુંદર સમજણ ની સાથે સંગીત વાદ્યો સાથે પોતાના મધુર અવાજથી ડોક્ટર કુણાલભાઈ જોશી એ શ્રી રામાયણ કથાનું શ્રદ્ધાળુઓને રસપાન કરાવ્યું હતું.આજરોજ શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી ના પુરાણાચાર્ય ડૉ.શ્રી પંકજ રાવલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને કથા વિરામ સમયે વ્યાસ પૂજન તેમજ પોથીજી નું પૂજન કરેલ.

અહેવાલ : – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)