જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ સોશિયલ મીડિયા પર અભદ્ર, અશ્લીલ તથા ઉશ્કેરણીજનક કોમેન્ટ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તાજેતરમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં FIR નં.11203070250339/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-75(1), 356(2), 296(બી), 352 તથા IT Act કલમ-67 મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગઢવી દ્વારા હાથ ધરાઈ હતી.
આ ગુનામાં પહેલાથી જ ૬ આરોપીઓને SOG દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ટેક્નિકલ ટીમની મદદથી વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, મહિલા પોલીસ અધિકારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા તથા બદનામ કરવા હેતુપૂર્વક વધુ ૫ Facebook અને Youtube યુઝરોએ અભદ્ર કોમેન્ટ કરી હતી.
🔎 ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે જૂનાગઢ SOGએ અલગ-અલગ શહેરોમાંથી આ આરોપીઓને પકડી પાડ્યા.
📍 અટક કરાયેલ આરોપીઓ:
વિશાલ ભરતભાઈ વેકરીયા (ઉંમર 31) – નાના વરછા, સુરત
વિવેક કાંતિભાઈ ચોપડા (ઉંમર 29) – મોટા વરછા, સુરત
ભરતભાઈ હરગોવિંદભાઈ ઠાકર (ઉંમર 45) – રાજકોટ, ભક્તિનગર
વીનુભાઈ કાનજીભાઈ ઉકેડિયા (ઉંમર 48) – ગામ પીપળીયા, તા. વાંકાનેર, જી. મોરબી
સંજયભાઈ હીરાભાઈ માળી (ઉંમર 53) – તાંદલજા રોડ, વડોદરા
👉 તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલહવાલે મોકલવામાં આવ્યા છે.
કામગીરીમાં જોડાયેલ અધિકારીઓ/સ્ટાફ:
પો. ઇન્સ્પેક્ટર આર.બી. ગઢવી
એ.એસ.આઇ. મહેન્દ્રભાઈ કુવાડીયા, ઇરફાનભાઇ રૂમી, જીતેન્દ્રસિંહ ચૌહાણ, રમેશભાઈ માલમ
પો. હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ અખેડ, પ્રતાપભાઈ શેખવા, બાલુભાઈ બાલસ, રવિભાઈ ખેર, પરેશભાઈ ચાવડા, જયેશભાઈ બોત્રા
પો.કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ, વિશાલભાઈ ઓડેદરા, કૃણાલભાઈ પરમાર, માનસિંહ રાઠોડ, મયુરભાઈ ઓડેદરા, વિશાલભાઈ ડાંગર
સોશિયલ મીડિયા સેલ જૂનાગઢ: તરુણભાઈ ડાંગર
📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ