સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ, જુનાગઢ ના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન અને સુચના મુજબ સનાતન સંસ્કૃતિના વહન કાર્ય હેતુથી આરાધ્ય દેવાધિદેવ મહાદેવ ના રુદ્રાભિષેક શિવપૂજન દર માસની શિવરાત્રી એ જૂનાગઢ જીલ્લા/મહાનગરના જુદા જુદા શિવાલયોમાં કરવામાં આવે છે. જે ક્રમ અનુસાર આગામી રુદ્રાભિષેક મહા વદ ૧૩,મહાશિવરાત્રી, દિનાંક:-૨૬/૦૨/૨૫ ના રોજ સવારે ૯:૦૦ કલાકે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર,વાઘેશ્વરી સોસાયટી, મહેશ નગર, બાબા કોમ્પ્લેક્સની પાછળ, ઝાંઝરડા રોડ,જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ છે જેના યજમાનપદે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના પ્રો.એ.કે.શર્મા રહેશે.
વિશેષમાં આ તકે મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા સર્વે બ્રહ્મ કોર્પોરેટરો શૈલેષ દવે, આદ્યશક્તિબેન મજમુદાર, પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન વ્યાસ, વિમલભાઈ જોશી તથા વોર્ડ નંબર 7 ના કોર્પોરેટરો સંજયભાઈ મણવર, જયેશભાઈ બોઘરા વંદનાબેન દોશી નું સન્માન કરવામાં આવશે તો સર્વે બ્રહ્મજનો ને સહ પરિવાર પધારવા એક યાદી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, રુદ્રાભિષેક પૂર્ણ થયા પછી ફલાહાર પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી છે.
વધુ માહિતી માટે પ્રિયાંકભાઈ ઠાકર મો.નં. ૯૪૨૯૭૬૫૧૩૫ નો સંપર્ક કરવા જણાવાયું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ