સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ…..

ફોટાવાળી મુસદ્દારૂપ પ્રાથમિક મતદારયાદી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જુદી જુદી કચેરીઓ ખાતે પ્રસિદ્ધ કરાશે : મતદારો દાવા અરજી રજૂ કરી શકશે.

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી યોજાનાર છે. તેના અનુસંધાને રાજય ચુંટણી આયોગ ગાંધીનગરના નિર્દેશ મુજબ મહાનગરપાલિકા, નગરપાલિકા (કેશોદ સિવાય), તાલુકા પંચાયતની પેટા ચુંટણી માટેની મુસદારૂપ ફોટાવાળી મતદારયાદી તૈયાર કરી, તા.૧૯/૧૨/૨૦૨૪ના રોજ પ્રાથમિક પ્રસિદ્ધ કરવાની રહે છે. આમ, આગામી તા.૧૯-૧૨-૨૦૨૪ના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતની ફોટાવાળી મુસદ્દારૂપ મતદારયાદી જે-તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુખ્ય કચેરીએ, ઝોનલ/વોર્ડ/ગ્રામ પંચાયત ખાતે તેમજ મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીએ પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવનાર છે.

જે-તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનાં મતદારો મતદારયાદીમાં નોંધાયેલ પોતાના નામની ચકાસણી ઉક્ત કચેરીઓ ખાતે ઉપલબ્ધ મુસદારૂપ મતદારયાદીમાંથી કરી શકશે તથા આ મતદારયાદીમાં સંબંધે જો કોઇ દાવા અરજી હોય તો તેવી દાવા અરજી નિયત નમુનામાં નિયત સમય-મર્યાદામાં સબંધિત મતદાર નોંધણી અધિકારી / નિર્દિષ્ટ અધિકારી સમક્ષ રજુ કરી શકશે. જેની સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનાં તમામ મતદારોને જાણ કરવામાં આવે છે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)