સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં, શૌચાલય સફાઇ, માર્કેટ સફાઈ તથા મુખ્ય માર્ગ, નાલા ઓની સફાઇ અભિયાન.

જૂનાગઢ

મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા તા.૦૫/૧૦/૨૦૨૪ના રોજ શહેરના વોર્ડ નં.૧ થી ૧૫ મા આવેલ માર્કેટ સફાઇ, શૌચાલયો, શહેરના મુખ્ય માર્ગ , તેમજ બીલખા રોડ, બી.એ.પી.એસ ગેઇટ થી મેઈન રોડ પર સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી તથા અલકાપુરી પાસે આવેલ નાલાઓની સફાઇ કરવામા આવી વોર્ડનં -૬ માં સ્વચ્છતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્રચાર પ્રસાર અર્થે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)