જૂનાગઢ
મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા આજે તા.૧૬/૧૦/૨૦૨૪ ના રોજ શહેરના વોર્ડ નં.૧ થી ૧૫મા આવેલ શૌચાલયો,શહેરના મુખ્ય માર્ગની સફાઈ તેમજ મધુરમ વિસ્તાર શાકભાજી માર્કેટ અને જોષીપુરા શાકભાજી માર્કેટની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી અને સફાઈ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ વોર્ડ નં.૧૪માં સ્વછતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્રચાર પ્રસાર અર્થે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)