સ્વચ્છતા હી સેવા – 2024 અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્રારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

વડોદરા

તા. 27/09/2024, *સ્વચ્છતા હી સેવા 2024* અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન રંગઉપવન બાગ પાસે અને સાક માર્કેટ વિસ્તારમાં ચાલી રહ્યું છે, જેમાં ફૂડ સ્ટ્રીટના વિક્રેતાઓને કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવાની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

ડભોઇ નગરપાલિકા ના ચીફ ઓફિસર જયકિશન એમ તડવી, સેનેટરી ઇન્સપેક્ટર મહેશભાઈ વસાવા, ઈકબાલભાઈ મન્સુરી, ભાવિષાબેન પરમાર, અને શિવમ તડવી ની આગેવાની હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં સ્વચ્છતા જાળવવાનો અને ફૂડ સ્ટ્રીટમાં વેચાણ કરતા દરેક વેપારીઓને કચરાનું યોગ્ય રીતે નિકાલ કરવા પ્રેરવા માટે છે. ડભોઇ નગરપાલિકાની આ પહેલ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સામાજિક જાગૃતિ ફેલાવવાનો અભિનવ પ્રયત્ન છે, જેમાં નગરજનોનો સહકાર મોખરે રહેવાનો છે.

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)