જૂનાગઢ
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલન ની ઉજવણી કરવામાં આવે છે, તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ (IAS) ના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી એ.એસ. ઝાપડા (GAS)ની સુચના અન્વયે સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ ત્રિવેદી,ધર્મેશભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ,જેમાં આજ તા.૧૮/૦૯/૨૦૨૪ના રોજ શહેરના જાહેર શૌચાલયો,રીક્ષા સ્ટેન્ડ,પીકઅપ સ્ટેન્ડ તથા ધોરીમાર્ગોની સફાઈ અને સ્વચ્છતા જન જાગૃતિ માટે શેરી નાટકો કરવામાં આવ્યા,આ કાર્યક્રમના માધ્યમથી શહેરને સ્વચ્છ રાખવામાં મહાનગર પાલિકા જુનાગઢ દ્વારા શહેરી જનોને અનુરોધ કરવામાં આવ્યો.
અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)