સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં કે .જે. હોસ્પીટલ ગ્રુપ દ્વારા હેપી સ્ટ્રીટ પ્રોગ્રામમાં સફાઇ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા લક્ષી નાટકો ,સ્વચ્છતા ગીતોના માધ્યમ થી શહેરીજનોને સ્વચ્છતા સંદેશ.

જૂનાગઢ

રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલન ની ઉજવણી કરવામાં આવે છે, તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે.

સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ વાજા ની સુચના મુજબ શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ જેમાં આજ રોજ તા.૨૨/૦૯/૨૦૨૪ ના રોજ શહેરના વોર્ડ નં. ૧ થી ૧૫મા આવેલ જાહેર શૌચાલય, માર્કેટની સફાઇ તેમજ શહેરમાં કે.જે.હોસ્પીટલ ગ્રુપ આયોજિત હેપ્પી સ્ટ્રીટ પ્રોગ્રામમાં ભાગ લઈ સફાઇ કર્મચારીઓ અને સ્વેછીક સંસ્થાઓ દ્વારા સ્વચ્છતાલક્ષી નાટકો અને ગીતોના માધ્યમથી શહેરીજનોમાં જન જાગૃતિ આવે તેવા લક્ષ્યથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં વપરાતા વાહનો અને સફાઈ અંગેના સાધનો ની સફાઇ કરવામાં આવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)