સુરત, તા. ૨૬: પશ્ચિમ રેલવેના સુરત સ્ટેશનનું વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે કાયાપલટ કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટના ભાગરૂપે પ્લેટફોર્મ નંબર 2 અને 3 (ફેઝ-2) પર કોન્કોર્સનું કામ પૂર્ણ થયા બાદ, ભાવનગર ડિવિઝનની મોટાભાગની ટ્રેનો, જે હંગામી ધોરણે ઉધના સ્ટેશન પર ખસેડવામાં આવી હતી, તે હવે 1 એપ્રિલ, 2025થી ફરી સુરત સ્ટેશનથી દોડશે.
સિનીયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું કે, ટ્રેનોની સુવિધામાં સુધારા અને મુસાફરોની સગવડ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને હવે સુરત સ્ટેશન પરથી જ તેમની ટ્રેન પકડવાની સુવિધા મળશે.
📌 સુરત સ્ટેશન પર ઉભી રહેવા વાળી મુખ્ય ટ્રેનો:
➡️ 03.04.2025 – ટ્રેન નં. 09208 ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ
➡️ 06.04.2025 – ટ્રેન નં. 22964 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ
➡️ 31.03.2025 – ટ્રેન નં. 12972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ
➡️ 02.04.2025 – ટ્રેન નં. 22936 પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ
➡️ 04.04.2025 – ટ્રેન નં. 19204 વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ
➡️ 01.04.2025 – ટ્રેન નં. 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ
➡️ 07.04.2025 – ટ્રેન નં. 22963 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ
📌 ઉધના સ્ટેશન પર રહેતી ટ્રેનો:
➡️ ટ્રેન નં. 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ
➡️ ટ્રેન નં. 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ
➡️ ટ્રેન નં. 12906 શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ
આ ટ્રેનોની વિગતવાર માહિતી માટે મુસાફરો પશ્ચિમ રેલવેની સત્તાવાર વેબસાઇટ wr.indianrailways.gov.in પર મુલાકાત લઈ શકે છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અનુકૂળતા અને આરામદાયક પ્રવાસ માટે તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ