હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત તેવું જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું.

જૂનાગઢ

હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. PATHIK (Programme for analysis of travelers and hotel information) સર્વર અમદાવાદ શહેર, ક્રાઈમબ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચ સોફ્ટવેર સાથે રજિસ્ટર થયેલ હોટેલ ધારક જ ક્રાઈમબ્રાંચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથી ગૃહ, વિશ્રામગૃહ, સમાજ વાડી, બોર્ડિંગ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુ માટે રહેવાની સુવિધા ધરાવતા નિવાસ, ફાર્મ હાઉસ, રિસોર્ટ ખાતે આવતા પ્રાંત, રાજ્ય, દેશ-વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો પથિક સોફ્ટવેરમાં હોટેલના માલિક અથવા સંચાલકે અવશ્ય કરવાની રહેશે. આ અંગેના નિયમો અનુસરવાના રહેશે.

આ જાહેરનામુ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ બીએનએસ-૨૦૨૩ની કલમ-૨૨૩ મજબ અંતર્ગત સજાને પાત્ર થશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)