૧૦મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ–જૂનાગઢમાં વિશેષ કાર્યક્રમનું આયોજન.

જૂનાગઢ, તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ – ભારત સરકારના આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ આગામી તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ ૧૦મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ “ફોર પીપલ એન્ડ પ્લેનેટ” થીમ સાથે સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે ઉજવાશે.

કાર્યક્રમનું હેતુ:

  • આયુર્વેદ અંગે જનજાગૃતિ કેળવવી.

  • લોકોમાં આયુષ/આયુર્વેદ સેવાઓના લાભ અંગે સમજ વધારવી.

  • સ્વસ્થ અને શક્તિશાળી સમાજ નિર્માણ માટે લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવી.

આયોજન અને મુખ્ય પ્રવૃત્તિઓ:

  • આયુષ વીંગનો શુભારંભ, જે આયુર્વેદ અને આયુષ સારવારના વ્યાપને વિસ્તૃત કરશે.

  • આયુર્વેદ પ્રદર્શની: દૈનિક આહાર, વિહાર, રસોડા, આસપાસની ઔષધિઓ, દિનચર્યા અને ઋતુચર્યા અંગે વિશેષ માહિતી.

  • કુપોષણમાં આયુર્વેદનું યોગદાન અંગે વર્કશોપ અને બાળકો માટે પોષણ જાગૃતિ કાર્યક્રમ.

  • ઈ-બુક વિમોચન: મહિલા સ્વાસ્થ્ય માટે આયુષનું મહત્વ.

  • બેનર વિમોચન: કક્કો અને એબીસીડી પ્રોજેક્ટ સંબંધિત.

ઉપસ્થિત મહાનુભાવો:

  • જિલ્લા પંચાયત, જૂનાગઢના પ્રમુખ હરેશભાઈ ઠુંમર

  • મેયર ધર્મેશભાઈ પોશીયા

  • જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા

  • કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ

  • માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા

  • માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી

  • વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા

  • જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના ડીન, જનરલ હોસ્પિટલ, જૂનાગઢના સુપ્રીટેન્ડન્ટ, સીવીલ સર્જન, તથા અન્ય સામાજિક અગ્રણીઓ

નાગરિકોને અપીલ:

જિલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢ દ્વારા તમામ નાગરિકોને સહભાગી બનવા અને આયુર્વેદથી લાબ ભેગો કરવા અપીલ કરવામાં આવી છે.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ