૧૫ જૂન ને શનિવારના ભાવનગરના આંગણે સોહમ એન્ટરટેંમેન્ટ દ્વારા નીલાંજના રે નો લાઇવ સિંગિંગ કોનસર્ટ થશે

ભાવનગર
સોહમ એન્ટરટેંમેન્ટના મહાવીર જૈન અને સુલતાના મેઘાણી દ્વારા વખતો વખત ભાવનગરની કલા રસિક જનતા માટે સિંગીંગ અને મ્યુઝિક ના લાઈવ શોઝ કરવામાં આવે છે જેમાં કલાકારો ભારતમાં જ નહિ પરંતુ ભારત બહાર પણ તેટલી જ પ્રસિદ્ધિ મેળવેલ હોય છે .
૧૫ જૂન ને શીનાવર ના સારેગમાપા વીનર અને ઇન્ડિયન આયડલ રૂનર્સ અપ ગાયિકા નીલાંજના રે નો લાઈવ કોન્સર્ટ શહેરના મેઘાણી ઓડીટોરિયમ માં થવા જઈ રહ્યો છે .અગાઉ પણ સેક્સોફોન ક્વીન લીપીકા સામન્થા , મોહમ્મદ રફી ના દીકરા સાહિદ રફી જેવા દિગ્ગજ કલાકારો સોહમ એન્ટરટેંમેન્ટ દ્વારા ભાવનગરના આંગણે પર્ફોર્મ કરી ચૂક્યા છે .

અહેવાલ – સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)