૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી

જૂનાગઢ

માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લેવામાં આવ્યા હતા.ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે તા:૦૭/૧૦/૨૦૨૪ થી તા:૧૫/૧૦/૨૦૨૪ સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે આજ તા.૦૮/૧૦/૨૦૨૪ના સવારે ૧૧.૦૦ કલાકે,દિન દયાળ સભા ખંડ,મહાનગર સેવા સદન, જૂનાગઢ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા”નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માન.કમિશનર શ્રી ડૉ.ઓમ પ્રકાશ,નાયબ કમિશનરશ્રી એ.એસ. ઝાંપડા,આસિ.કમિશનર(વ) શ્રી જયેશભાઈ પી વાજા, આસિ.કમિશનર(ટે) શ્રી કલ્પેશભાઈ જી ટોલિયા તથા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા ઉપસ્થિત રહી ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)