૮ મહિનાથી નાસતા ફરતા ઇંગ્લીશ દારૂ અને ખોટા દસ્તાવેજોના આરોપી અમરલાલને ઉદયપુરથી ઝડપાયો.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત ગુનાહિત પ્રવૃત્તિઓને નાબૂદ કરવા કામગીરી કરી રહી છે. इसी कड़ी में एलसीबी की टीम ने पिछले आठ महीनों से फरार आरोपी अमरलाल लिखमाजी हरजी डांगी उर्फ पटेल को राजस्थान राज्य के उदयपुर से गिरफ्तार किया है।

આ આરોપી વિરુદ્ધ ભાવનગર શહેરના વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 0158/2024 હેઠળ પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી પર ઇંગ્લીશ દારૂના સંગ્રહ અને વેચાણ ઉપરાંત ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોવાનો આરોપ છે.

અમરલાલ છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના ઉદયપુર શહેરમાં રહેણાંક ધરાવતો હતો અને ત્યાં ટ્રક ચલાવતો હતો. બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક ઉદયપુર પહોંચી જઈ સચોટ રેડ કરી આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં તેને ભાવનગર લાવી પુછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત આપી હતી. તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે વેળાવદર પોલીસ સ્ટેશનના હવાલે કરાયો છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્રભાઇ ચૌહાણ સહિતના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક અંજામ અપાઈ હતી.

અહેવાલ: સતાર મેતર, (ભાવનગર)