ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે વિદેશી બનાવટના અલગ-અલગ બ્રાન્ડના કુલ ૨૬૪ બિયર ટીન ઝડપી પાડી કુલ ₹૬૧,૬૮૦ના મુદામાલનો કબજો કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલના સુચન મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગાર વિરોધી અભિયાન અંતર્ગત એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે મફતનગર વિસ્તારમાં જયપાલસિંહ ઘનશ્યામસિંહ ગોહીલ પોતાના મકાનમાં વિદેશી બિયરનો જથ્થો રાખી વેચાણ કરે છે.
ટીમે સ્થળ પર રેઇડ કરતાં ટુબોર્ગ અને બડવાઈઝર બ્રાન્ડના ૫૦૦ mL ટીનના કુલ ૨૬૪ નંગ મળી આવ્યા હતા. આરોપી સ્થળેથી ફરાર થઇ જતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કબ્જે કરાયેલ મુદ્દામાલઃ
ટુબોર્ગ પ્રીમિયમ બિયર 144 ટીન – ₹31,680
બડવાઈઝર મેગ્નમ બિયર 120 ટીન – ₹30,000
કુલ: ₹61,680
આરોપી (પકડવા ઉપર બાકી):
જયપાલસિંહ ઘનશ્યામસિંહ ગોહીલ, ઘોઘારોડ, મફતનગર, ભાવનગર
કાર્યવાહી કરનાર સ્ટાફ:
ઘનશ્યામભાઈ ગોહીલ, સાગરભાઈ જોગદિયા, વિઠ્ઠલભાઈ બારૈયા, મહેંદ્રભાઈ ચૌહાણ, અનિલભાઈ સોલંકી, સંજયભાઈ ચુડાસમા – ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ
અહેવાલ : સતાર મેતર, ભાવનગર