🚜 સોલાજ ગામે રૂ. 2 કરોડના દબાણ હટાવવાની કડક કાર્યવાહી

વેરાવળ, તા. ૧૯ એપ્રિલ:
ગીર સોમનાથ જિલ્લામાં અનધિકૃત દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહીની ઝૂંબેશ અંતર્ગત સોલાજ ગામે ગૌચર જમીન પરથી અંદાજે 40,468 ચો.મીટર વિસ્તારનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.

આ કામગીરી જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને સૂત્રાપાડા તાલુકા તંત્ર દ્વારા અમલમાં મૂકાઈ હતી. દબાણ હટાવવામાં આવેલ જમીન ગોચર સર્વે નં-183 હેઠળ આવતી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 2 કરોડ જેટલી આંકવામાં આવી છે.

🔸 તંત્રનું જણાવવું છે કે આવનારા દિવસોમાં પણ આવા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી સતત ચાલતી રહેશે, જેમાં ટ્રાફિક અવરોધક દબાણો અને સરકારી જમીન ઉપરના અનધિકૃત કબજાઓને પણ ہટાવવામાં આવશે.


📌 અહેવાલ:
પ્રકાશ કારાણી, વેરાવળ