🚨 સુરત: સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી સામે આહીર સમાજનો રોષ 🚨

સુરતમાં સ્વામિનારાયણ સંત નિલકંઠ ચરણસ્વામીએ આહીર સમાજના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને આહીર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. વેડરોડ ગુરુકુળમાં આપેલા નિવેદન બાદ આહીર સમાજના લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આહીર સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ સ્વીકાર્ય નથી અને સંતને માફી માંગવી જોઈએ.

આથી આહીર સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આહીર સમાજના નેતાઓએ માફી માંગવાની માંગણી સાથે જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ વિશે અપૂરું અને અપમાનજનક નિવેદનો આપણા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. જો સંતો માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

આ મામલાને લઈ પોલીસ પણ સતર્ક બની છે અને સમાધાન માટે પ્રયાસો શરૂ કર્યા છે. સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.