📍 સ્થળ: ફળદુ વાડી, ગ્રીન સિટી પાસે, બાયપાસ રોડ, જૂનાગઢ
🕓 સમય: સાંજના ૪થી ૬
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશ પાલની અધ્યક્ષતામાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તારીખ ૮ માર્ચના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં યોગના ફાયદા, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે ખાસ માર્ગદર્શન મળશે.
🇮🇳 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની પ્રેરણાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનું હેતુ છે – રાજ્યના દરેક નાગરિકને યોગ તરફ આકર્ષિત કરવો અને સ્વસ્થ જીવનશૈલી વિકસાવવી.
🧘♀️ યોગ સંવાદના હેતુઓ:
- યોગ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો
- આગામી પેઢીમાં યોગ અંગે જાગૃતિ લાવવી
- નિરોગી જીવનશૈલી માટે પ્રેરણા આપવી
📣 પ્રજાજનો અને યુવાનો માટે આ એક ઉત્તમ અવસર છે — આવો અને યોગ સાથે જોડાઈએ, જીવન સુધારીએ.
🗞️ અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ