જૂનાગઢ માંગરોળમાં અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

જૂનાગઢ માંગરોળમાં અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

 

ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારી-કર્મચારીઓ મતદાનની પવિત્ર ફરજ અદા કરી.

 

આગામી તા.૭ મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે 13 જુનાગઢ લોકસભા મતવિસ્તાર મા સમાવિષ્ટ 89 માંગરોળ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણીલક્ષી કામગીરી માં જોડાયેલ ઝોનલ ઓફિસર, નોડલ અધિકારીઓ બુથ લેવલ ઓફિસરઓ સુપરવાઈઝરો ખર્ચની ટીમના સભ્યો પોલીસ વિભાગ,જીઆરડી, હોમગાર્ડ, એસ.આર.ડી, એસઆરપીએફ,માઈક્રો ઓબ્ઝર્વો તથા અન્ય તમામ સ્ટાફ નું બેલેટ પેપર થી મતદાન માંગરોળ મામલતદાર કચેરી ખાતે આ૨. ઓ. ફેસીલીટેશન સેન્ટર પર શરૂ કરવામાં આવ્યું અને આજ પ્રથમ દિવસે 437 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પવિત્ર ફરજ નિભાવી હતી

 

અહેવાલ :- પ્રકાશ લાલવાણી ( માંગરોળ, જૂનાગઢ )