આતુરતાનો અંત: ધોરણ 12નું આજે પરિણામ થશે જાહેર: જાણો whatsapp પર મિનિટોમાં રીઝલ્ટ મેળવવાની રીત*

*આતુરતાનો અંત: ધોરણ 12નું આજે પરિણામ થશે જાહેર: જાણો whatsapp પર મિનિટોમાં રીઝલ્ટ મેળવવાની રીત*

ગૂજરાત

ઘણાં સમયથી વિદ્યાર્થીઓ પરિણામ માટે રાહ જોતા હતા તે આતુરતાનો આજે અંત આવશે એટલે કે ધોરણ ૧૨વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનુ આજે પરિણામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનુ પરિણામ જાણી શકે તે માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ શિક્ષણવિભાગ દ્વારા કરવામાં આવી છે.

પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તે બાદ તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને વેબસાઈટમાં લોગઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખી શકશે.

*પરિણામ કેવી રીતે તપાસવું*

વિદ્યાર્થીઓ માટે પરિણામ તપાસવા માટે જરૂરી સ્ટેપ ફોલો કરવા પડશે જેમાં સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org ઓપન કરી

વિદ્યાર્થીઓ તેમના સીટ નંબર દ્વારા લોગીન કરી શકે છે. તે બાદ GSEB પરિણામ 2024ની લિંક પર ક્લિક કરી હોલ ટિકિટ પર HSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન થઈ શકશે. ત્યારબાદ GSEBની માર્કશીટ તમારી સામે હશે જે ગુજરાત HSC માર્કશીટ ડાઉનલોડ કરી શકાય છે.

 

*રિઝલ્ટ SMS દ્વારા ચેક કરવાની રીત*

વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પોતાના મોબાઈલમાં મેસેન્ઝિંગ એપ્લિકેશન ઓપન કરો જેમાં

નવો SMS ટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે HSC 123488 ત્યારબાદ ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો

SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જોવાની રહેશે.

*Whatsapp પર મેળવો પરિણામ*

આ માટે તંત્ર દ્વારા એક નંબર જાહેર કરવામા આવ્યો છે જે 6357300971 તમારા નંબર ફોનના whatsapp નંબરમાં સેવ કરી દો ત્યારબાદ “Hi” કરીને મેસેજ એ નંબર પર મોકશો એટલે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે

“Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો. ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર આપવાનો રહેશે જે બાદ તમારા રિઝલ્ટની વિગતો તમને whatsapp પર મળી શકશે.

ઉલ્લેખનીય છે કે એક તરફ શાળાઓમાં રજાઓ છે ત્યારે વિદ્યાર્થીઓને પરિણામ માટે હેરાન ન થવું પડે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા પરિણામ મેળવવા માટેની સરળતા ઉભી કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ માટે ખુબજ ઝડપી પરિણામ મેળવવા માટે ઉપયોગી સાબિત થશે.

અહેવાલ :- ગૂજરાત બ્યુરો.